કરો રક્ષા સ્ત્રી અને પ્રકૃતિની
કરો રક્ષા સ્ત્રી અને પ્રકૃતિની


ઓરડાએ આશ્ચર્યથી ઓસરી ને પૂછ્યું.?
પીડાના પડતાં પગલાં પ્રકૃતિ પર કોણે રોકયાં ?
કચડાયેલી પ્રકૃતિ ના આંસુ, કોણે લૂછ્યા ?
ન અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, થઈ કેમ સુંદર સૃષ્ટિ !
આવ્યું નથી વાવાઝોડું, કેે કોઈ ભૂકંપ નું ટોળું.
આવ્યું અપડેટ કરવા, કોરોનાનું કારણ લઈ કોઈ મોડું
અનેક કારણ બતાવતો, મેલા કોઈનેે ગણાવતો
પિંજરામાં પુરાયો ખુદ, ચોખ્ખા થયા જલ પાણી.
પશુ,પક્ષી,નદી, પહાડ,નેેે જંગલે મજા માણી.
રાખે ખુદને અંકુશમાં, માનવ જીવન જીવે જાણી.
સૃષ્ટિનો આધાર સ્ત્રી, સ્ત્રીનો આધાર પ્રકૃતિ રાણી.
સ્ત્રી,ને પ્રકૃતિ,રહે પવિત્ર,એવા રાખો આચરણ ને વાણી.
બાળક,પશુ,પક્ષી ને જંગલની ક્યારી.
હે
! માનવ માવજત,એ જવાબદારી તારી
હેવાન, રાક્ષસ, પિશાચ બની, સૃષ્ટિ પર ન બન ભારી.
ધૂળ ચાટતો કરશે, મોકલી કોરોનાની મહામારી.
સુધરી જા,તું !
જોઈ કુદરત, જીવને, ખપ્પરમાં હોમનારી.
અભિમાની,અઘોરી,આડંબરી, આળસુ,
સુધરી જા તું !
પૃથ્વી,પહાડ,ને જંગલને સ્વચ્છ રાખ તું,
પશુ,પક્ષી વૃક્ષને પ્રદૂષણથી બચાવ તું.
કર પ્રકૃતિની પૂજા, સ્વધર્મ હવે પાળતું.
જીવો ને જીવવા દો, પશુ પક્ષીને સંભાળ તું.
ઝાડનું જતન કરી જંગલ ને વધારતું,
કુટુંબ આપણું પૃથ્વી આખી,
એને પ્રદુષણથી દૂર રાખવી,
જહેમત કરી સુંદર સૃષ્ટિ સંસારને આપવી.
સાગર, નદીને પહાડ, સંપદા આપણી.
યુગો-યુગો સુધી,એને સંભાળી રાખવી.