STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

કર્મચારી ની સુરક્ષા...

કર્મચારી ની સુરક્ષા...

1 min
1.2K


જાગો શેઠિયા જાગો કર્મચારીની સુરક્ષા જરૂરી છે,

દયા દાખવો શેઠિયા, કર્મચારી એકલો નથી મરતો.


કર્મચારી સાથે આખો પરિવાર પલ પલ મરે છે,

કર્મચારીને ન્યાય આપો, જેનાથી ઉજળા છો.


માનવતા ના લજવો, ઉપર કોઈ નોંધ લે છે,

મજદૂરના પરિવાર અને કર્મચારીની સુરક્ષા કરો.


એક કર્મચારી સાથે તેના અરમાનો, ઈચ્છાઓ મરે છે,

શોષણખોરી છોડી કર્મચારીની સુરક્ષા કરો શેઠિયા.


કર્મચારીનુ લોહી ચુસી તિજોરી ના ભરો શેઠિયા,

મજદૂરોના નિશાસાથી કંઈક તો ડરો શેઠિયા.


રૂપિયાની દોડમાં ભુલાઈ છે ભાવના માણસાઈની,

કર્મચારીની સુરક્ષાની ફરજ તમારી છે શેઠિયા.


કર્મચારીની સુરક્ષા કરી તેના ઘરમાં ન્યાયનો દીપ પ્રગટાવો,

કર્મચારીના પરિવારની દુવાથી ભંડાર ભરાશે શેઠિયા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational