STORYMIRROR

Bharat Thacker

Drama

3  

Bharat Thacker

Drama

ક્રિકેટ ધર્મ

ક્રિકેટ ધર્મ

1 min
193


શરીર પર ચિત્ર્યા રંગ ને ટેટુ અને પહેર્યા રંગીન પરિધાન છે,

હર્ષોલ્લાસ અને હાથમા ત્રિરંગા સાથે ગજવે ક્રિકેટ મેદાન છે,

ભારતમાં ક્રિકેટ છે ધર્મ અને ક્રિકેટરો ભગવાન છે,

ઢોલ નગારા અને નાચ ગાન સાથે ભારતીય પ્રસંશકો આપે બહુમાન છે,


આબાલ-વૃદ્ધ સહુ કોઇને આપણી ક્રિકેટ માટે સ્વાભિમાન છે,

ભારતીય ક્રિકેટ ટીમ માટે, પ્રસશંકો પ્રેરણાનું વરદાન છે,

ભારતમાં ક્રિકેટ છે ધર્મ અને ક્રિકેટરો ભગવાન છે,

પ્રજા તો ભલે, બોલીવુડ અને મોટી કંપનીઓ પણ કદરદાન છે,


ભારતીય ક્રિકેટ પ્રસશંકો, દરેક મેચને આપે દિલોજાન છે,

પાકિસ્તાન સામે હોય તો, પ્રસશંકોનો પારો સાતમે આસમાન છે,

ભારતમા ક્રિકેટ છે ધર્મ અને ક્રિકેટરો ભગવાન છે,

વર્લ્ડ કપની સાતેય મેચમાં, પાકીસ્તાનનું ભારતે કર્યુ ખેદાન મેદાન છે.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama