ક્રિકેટ અને માયા
ક્રિકેટ અને માયા

1 min

37
પંદર પંદર મેદાનમાં મરદ,
કોમેન્ટટરને કેટલું દરદ?
રમે દડાથી પણ બિન મોહ,
બોલરનું દિલ કેવું લોહ?
કપ્તાન વિશ્વાસથી હાથમાં આપે,
પણ સીધો ફેંકે જેવી લાંબી દોડ કાપે,
બેટ્સમેન પણ બિલકુલ નિર્મોહ,
દૂર ધકેલે દડાને જરાય ન મોહ,
ફિલ્ડર ઝીલે હવામાં તોય ફેંકે,
પકડે જમીન પરથી તોય ફેંકે,
આપે વિકેટકીપરને ક્ષણમાં,
દોડે બધા જેની પાછળ રણમાં,
અમ્પાયરને સોંપે પળવારમાં,
ચાલી નીકળે સહુ પળવારમાં,
મરદ મેદાનમાં પંદર પંદર,
નિર્લેપ સહુ ઝઘડે ભલે અંદર અંદર.