STORYMIRROR

Masum Modasvi

Drama Fantasy Romance

3  

Masum Modasvi

Drama Fantasy Romance

કરીશું ક્યાં લગી

કરીશું ક્યાં લગી

1 min
27.4K


શબ્દ ને તોલ્યા કરીશું ક્યાં લગી,

પાઠને ગોખ્યા કરીશું ક્યાં લગી.


ક્યાં હજું પગરવ થતો કાને પડે,

આશ ને સેવ્યા કરીશું ક્યાં લગી,


બસ નજર ને ચાર થવાદો હવે,

રુપ ને પોખ્યા કરીશું ક્યાં લગી,


રણ ઝરેલાં તાર તાલે ગુંજતાં,

સુરમાં બોલ્યા કરીશું ક્યાં લગી,


ફુલની ફોરમ નમી પીતી રહી,

ઝાકળે ફોર્યા કરીશું ક્યાં લગી,


રંગતે માસૂમ નઝારો ખીચતો,

દુરથી દેખ્યા કરીશું ક્યાં લગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama