કરી દો
કરી દો
મહેફિલમાં ઓળખાણથી કેમ મોં ફેરવો,
બેહતર એ જ કે અનજાન કરી દો મને.
નજર લાગી જશે વખાણના શિખરોથી,
બેહતર એ જ કે અપમાન કરી દો મને.
નુકસાન તમને મારાથી જ થયું હોય તો,
બેહતર એ જ કે કુરબાન કરી દો મને.
શોધી લઈશ ખુશી રણની તપ્ત રેતમાંથી,
બેહતર એ જ કે પરેશાન કરી દો મને.
આશરો ના મળે તારા દિલની જમીન પર,
બેહતર એ જ કે આસમાન કરી દો મને.
"નાના"નાં અસ્તિત્વથી જ વાંધો હોય તો,
બેહતર એ જ કે અરમાન કરી દો મને.
