STORYMIRROR

Dipti patel

Romance Fantasy

3  

Dipti patel

Romance Fantasy

કરામત

કરામત

1 min
200

એમનું એ હાસ્ય જ તો મને પાગલ કરી ગયું,

બાકી આ એકલતાનો સાથ મને ક્યાં ગમતો હતો,


એમનો એ હરપળ હસતો ચહેરો જ તો કંઈક કરામત કરી ગયો,

બાકી મને ક્યાં પોતાની વાતોમાંથી નવરાશ હતી,


એમની એ નજરમાં કંઈક તો કરામત હતી,

બાકી મને ક્યાં આંખોમાં ઉતરવાનું ગમતું હતું,


એમની એ ન ખૂટતી વાતોમાં કંઈક તો કરામત હતી,

બાકી મને ક્યાં કોઈની વાતો સાંભળવામાં રસ હતો,


તેનામાં ક‌ઈક તો અલગ હતું,

બાકી મને ક્યાં કોઈને દરેક પળમાં જોવાનો શોખ હતો,


તેમના એ સાથમાં કંઈક તો ખાસ હતું,

બાકી મને ક્યાં કોઈની સાથે પૂરી જિંદગી રહેવાની આશ હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance