STORYMIRROR

Jay D Dixit

Romance

3  

Jay D Dixit

Romance

કરામત કરી છે

કરામત કરી છે

1 min
26.1K


ખુદાએ ગજબની ઈબાદત કરી છે.

તમારી તે ત્યારે કરામત કરી છે.

 

જરૂર કાચમાં પણ તિરાડો હશે, જ્યાં;

અદાથી રૂપાળી નજાકત કરી છે.

 

ન ઘાયલ કરો બાણ વીંઝી નજરથી,

તમે તો ખરી લાગલાગત કરી છે.

 

થયો પ્રેમ સાથે તમારી, એ જાણી;

હરેક શ્વાસે મારા બગાવત કરી છે.

 

હવે બસ કરો, હું મનાવીને થાક્યો;

કદીક ‘કલ્પ’ એ પણ શરાફત કરી છે.



Rate this content
Log in

Similar gujarati poem from Romance