STORYMIRROR

Sharmistha Contractor

Tragedy Inspirational

4  

Sharmistha Contractor

Tragedy Inspirational

કપાસિયું

કપાસિયું

1 min
334


ન હણશો એને કૂખમાં...

ભાર નથી એ માત-પિતાનો..

એ તો ગૌરવ ધરાતણું.

સમજો હવે તો નારીને...


કપાસિયું :

ધરતીના પેટાળમાં પડેલું,

એક નાનકડું બીજ... કપાસિયું...

થોડીક પાણીની બુંદોના સહવાસે

એનું અંતરમન હિલોળે ચડ્યું.


એને ઝંખના જાગી, સેવાની.

માનવીને ઉપયોગી થવાની.

ધરતીની છાતી ફાડી,

એ તો ઉગી નીકળ્યું..


દિવસેને દિવસે વધતું ગયું.

એની ડાળીએ ડાળીએ લહેરાયા ફૂલો.

ફાલ્યું કપાસ રૂ બનીને.


તદ્દન બેરંગ સફેદ,

પણ દિલથી..

એક સ્ત્રીની રુઝુતા જેવું..

મુલાયમ મુલાયમ.


પોતાની અંદર દરેક રંગોને,

સમાવવાની તાકાત લઈને..

પછી તો..લહેરાયું, ચૂંટાયું, કંતાયું,

પીંજાયું, વણાયું, રંગાયું, સિવાયું...

એ તો મંડી જ પડ્યું, માનવીની મદદમાં.


એના શરીરને ઢાંકવા, સજાવવા,

શણગારવા, વિસામો આપવા...

છેલ્લે નકામું થયું ત્યારેય...

મહોતું બનીને ઘસી નાખી જાતને..

એ કપાસિયાએ !


એક સ્ત્રી જેમ પરિવાર માટે,

ઘસાયને એમ જ.

ધરતીના પેટાળમાં ધરબાયેલું...

એક નાનકડું બીજ...કપાસિયું.



ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Tragedy