કોયલ
કોયલ
કોયલ ટહૂકે સવારના
ને સાંજે એની યાદ.
સખી શું કરીએ રે ?
આંખોમાં છે આગ અને છે પાંપણમાં વરસાદ.
સખી શું કરીએ રે?
હોઠે વળગ્યું મૌન અને આ હૈયું પાડે સાદ.
સખી શું કરીએ રે?
તનમાં રણઝણ સ્પર્શ અને મનમાં છે મીઠી યાદ.
સખી શું કરીએ રે?
સાંજે આવે રાધાને કાનાની મીઠી યાદ.
સખી શું કરીએ રે?
