કોશિશ
કોશિશ
બની શકે કે ઉપર ચડતા, નીચે ઢળી પડુ,
શક્ય છે કે સફળ ના થાવ ને, નિષ્ફળ બની શકું,
ઈરાદા મારા મક્કમ છે, પુરા તો કરવા દો,
રોકો ના મુજને આગળ વધતા, કોશિશ તો કરવા દો ...
ડરના પિંજરામાં પુરીને, કેદ ના કરશો મુજને,
હિમ્મતથી આગળ વધવું છે, કોઈ ના રોકશો મુજને,
પાંખ ફેલાવી ઉડી શકું હું, એટલું તો આકાશ દો,
મને કોશિશ કરવા દો ...
મંઝિલ ભલે ને દૂર ઘણી, પણ રસ્તો કપાઈ જશે,
પહેલું ડગલું માંડીશ, ત્યારે જ તો સપનાઓ પુરા થાશે,
સહન કરવા તૈયાર બધું હું, એક મોકો તો દો,
મને કોશિશ કરવા દો.