કોરોના
કોરોના
કોરોના
તું અમારા વિશ્વને કેવું કરી ગયો !
અંતર તો વધ્યુ જ હતુ અંતરનું
તું એ સૌની સમક્ષ જતાવી ગયો
સૌના મોઢે માસ્ક રૂપી કાપડના
ટુકડાનું તાળું લગાવી ગયો
પૈસાની હોડમાં મશીન બનેલાને
ચૂપચાપ ઘરમાં બેસાડી ગયો
જીવન માટે ધમપછાડા કરતા લોકોને
મૃત્યુના મુખમાં ધકેલી ગયો
શહેરોની ચમકમાં અંજાયેલા
લોકોને ગામડામાં સચવાવી ગયો
હસતાં રમતાં પરિવારન ખુશીઓને
તું નિર્દય બની છીનવી ગયો
નફરતનાં બીજ રોપતા માણસને
માણસાઈનું મૂલ્ય સમજાવી ગયો
આડેધડ ચાલતાં જીવનમાં
સ્વયંશિસ્તનું મહત્વ કહેતો ગયો
આગળ વધતાં જીવનને
બે વર્ષ પાછળ ધકેલી ગયો
કોરોના ! તું માણસનાં ગર્વને
ચકનાચૂર કરતો ગયો
કોરોના
તું અમારા વિશ્વને કેવું કરી ગયો !
