કોરોના યુગ
કોરોના યુગ
સતયુગ પછી દ્વાપર ને ત્રેતાને કલિયુગ
કલિયુગમાં આવી ગયો કોરોના યુગ !
આ સુંદર પ્રેમી યુગલ છે તો કોરોના યુગનું
મોં ઉપર તેથી લગાવી છે મુહપતી એમણે,
દિલની વાતો દિલ જ સમજી શકે આ યુગમાં
ન અધરો મળે અધરને પ્રેમનો એકરાર કરવા,
આંખોથી આંખો વાતો કરે સમજે ઈશારા !
હાથ અને મુદ્રાઓથી સમજે પ્રેમની વાતો,
ઝુલ્ફોથી ઝુલ્ફો વાતો કરે ગુપચૂપ ગુપચૂપ
બે હાથ બે હાથને મળી આલિંગે એકબીજાને,
બે પગ બે પગને અડી નૃત્ય કરે સાથ સાથ
રાહ જુએ દિવસો ગણે ક્યારે જશે કોરોના !
એક દિવસ આવશે પ્રેમની થશે ચરમસીમા
કોરોના જાય કે ન જાય મુહપતી થાશે અલોપ.
