STORYMIRROR

Mrudul Shukla

Romance

4  

Mrudul Shukla

Romance

કોરી હોળી

કોરી હોળી

1 min
277

રગ રગ તડપે રમવા રંગોથી હોળી આજ,

કણ કણ રંગનું રિસાઈ, ક્યાં બેઠુ આજ.


લગાવવા ગુલાલ, મન શોધે ગુલાબી ગાલ,

સંતાયા કંઈક ગુલાબી ગાલ થયુ એક સાલ.


ફાગણમાં ખીલ્યા છે કેસુડાના ફાગ,

તડપી રહ્યા બની રંગ ઘુટાવા આજ.                 


રંગ વગર સૌઉ કોરા રહી જશે,

અરમાન રંગવાના મનમાં રહી જશે.    


ઉમંગ હોળીનો મનમા રહયો,

ચોલીનો રંગ એનો કોરો રહયો.


મૃદુલ મનમા જાગ્યો ઉલ્કાપાત,

લગાવી બેઠુ ગુલાલ પોતાના ગાલ.  


રમી લીધી અમે આવી સૂકી હોળી,

કેસુડાને બદલે, પિચકારીમાં નીકળી,

આજે આંસુડાની ધાર.       


Rate this content
Log in

Similar gujarati poem from Romance