STORYMIRROR

Bhavna Bhatt

Tragedy

4  

Bhavna Bhatt

Tragedy

કોપ કુદરતનો

કોપ કુદરતનો

1 min
371

આવશે કોણ આ કોપમાંથી ઉગારવા,

કુદરતી કોપથી કોણ આવશે ઉગારવા.


ખુલ્લંખુલ્લા થાય સંસ્કારોનું પતન,

માણસાઈ ભુલાઈને થયું છે પતન.


અનાજ, દવાઓ નકલી વેચાય છે,

આ માનવી રૂપિયા ભૂખ્યો થયો છે. 


સત્ય ગયું પાતાળે અસત્યનો ઉત્પાત છે,

દેવો મંદિરમાં બંધ દાનવો કરે ઉત્પાત છે.


કોઈ પણ ક્ષેત્રમાં શુદ્ધિ રાખી ક્યાં છે ?

મારો, લૂંટો, દાનવોની અહીં એ વાત છે.


ભારતીય સંસ્કૃતિ પર મોટો આઘાત છે,

અરેરે ભાવના હવે તો હદ થઈ ગઈ છે.


કાળાધોળા જોઈને કોપ કુદરતનો થયો,

માણસાઈ ભુલાઈને કોપ કુદરતનો થયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy