STORYMIRROR

Jignesh christi

Romance Tragedy

4  

Jignesh christi

Romance Tragedy

કોણ માનશે ?

કોણ માનશે ?

1 min
407

વરસાદમાં અમે પલળ્યાં હતાં કોણ માનશે ?

બે જણ વર્ષો પછી મળ્યાં હતાં કોણ માનશે ?


જોઈ એકમેકને હાથમાં હાથ નાંખીને વરસાદમાં 

પછી દુનિયાના લોક બળ્યાં હતાં કોણ માનશે ?

 

બહુ સમય પછી આપણે ભેગા થયા ત્યારે 

કંઈ કેટલાય સવાલો ઉકળ્યાં હતાં કોણ માનશે ?  


છેલ્લે આપણે મળ્યાં ક્યારે તે યાદ નથી મને

ત્યાર પછી બહુ ટળવળ્યાં હતાં કોણ માનશે ?


ઘણે દૂર સુધી તે વેળાએ આપણે ગયા હતાં 'સંગત' પછી 

આપણે લોકલાજે પાછા વળ્યાં હતાં કોણ માનશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance