કોણ કહે છે
કોણ કહે છે


કોણ કહે છે મહેલોમાંજ ખુશી વસે છે.
નજર કરી જુઓ ઝુંપડીમાંય કોઇ હસે છે.!
ન હોય કોઈ સાથી સંગાથ તો કેમ જીવાય?
એકલતા એને જો વૈભવ વચ્ચેય ડસે છે.!
આયખાને તાપી કુંદન જેવું બનાવી જાણે જે,
સુખ-દુ:ખમાં એકબીજાથી ના દૂર ખસે છે.
હર હાલમાં હાથ પકડીને ચાલી જુએ છે.
એને કોઈ પરેશાની કદીયે ક્યાં ગ્રસે છે.!
ખુમારી છલકે છે જેના ચહેરા પર હર હંમેશ,
ખુશી એના જીવનમાંજ જો કેવી વરસે છે.