Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Viradiya

Fantasy Children

3  

Nayana Viradiya

Fantasy Children

કોણ હશે

કોણ હશે

1 min
193


અંધારી રાતે સપનાં સજાવતું એ કોણ હશે ? બંધ આંખે ચહેરા રચાવતું એ કોણ હશે ?

રંગો ભરી જીવન રંગનાર એ કોણ હશે ?

સમય સાથે મને દોડાવનાર એ કોણ હશે ?


બાળપણમાં ભોળપણ પીરસનાર કોણ હશે ?

યુવાનીમાં જોમ ભરી થનગનતું કરનાર કોણ હશે ?


ઉંમર સાથે મને સમજદાર કરનાર કોણ હશે ?

શ્રદ્ધા ને વિશ્વાસના શ્વાસ ભરનારા કોણ હશે ?


આ મનગમતી દુનિયા ને રચનાર કોણ હશે ?

સૂરજની ગરમી ને ચંદાની શીતળતા પીનાર કોણ હશે ?


ટમટમતા તારલામાં દિવેલ પૂરનાર કોણ હશે ?

રંગ નીતનવા ફૂલડે ફૂલડે ખિલવનાર કોણ હશે ?


ખાટા મીઠા રસ ભરી ફળ ને બનાવનાર કોણ હશે ?

રંગો મેઘધનુષી વાદળે રચનાર કોણ હશે ?


વરસતું વાદળ ને તડકાનો તાપ સહેનાર કોણ હશે ?

ઠંડી હવાના પવનો ને લૂ ઝરતા કરનાર કોણ હશે ?


પંખીની પાંખે ને ભમરાની આંખે આકાશે વિહરનાર કોણ હશે ?

વિશાળ દરિયો ને ઊંચા પહાડો બાંધનાર કોણ હશે ?


સ્નેહ ને વ્હાલના સંબંધો સર્જનાર કોણ હશે ?

હૈયે હેત ને મગજે બુદ્ધિ આપનાર કોણ હશે ?


નદીઓમાં જળ ને વૃક્ષમાં પર્ણ લગાવનાર કોણ હશે ?

દરેક જીવમાં વિવિધતા ભરનાર એ કોણ હશે ?


પૃથ્વીનો આ સર્જનહાર કોણ હશે ?

બ્રહ્માંડમાં ભ્રમણ કરનાર કોણ હશે ?

કોણ હશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy