Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Tragedy Others

4  

Rekha Patel

Tragedy Others

કોને ખબર ?

કોને ખબર ?

1 min
286


શું ઈચ્છયું હતું અને શું થઈ ગયું કોને ખબર ? 

માનવતાના દિવા ક્યાં મૂકાયાં કોને ખબર ? 


સંસારનાં ચક્રમાં ચોફેર ભીંસાતાં આ માનવીઓ, 

દુઃખનાં દિલાસા ક્યાં મૂકાયાં કોને ખબર ? 


ભીતરમાં સળગતાં અંગારાનો અગ્નિ પ્રગટ્યો, 

બળતી જ્યોતનાં પલીતા કોનાથી મૂકાયાં કોને ખબર ? 


ઈશ્વરને પણ આક્રોશ કરીને દિલની વાત કહેવી છે, 

વાતોનાં વહેણમાં કિનારા ક્યાં મૂકાયાં કોને ખબર ? 


માઝમરાતે અનંત આકાશમાં તારલાઓની મહેફિલમાં, 

આભાસી અજવાળાનાં પડછાયા ક્યાં મૂકાયાં કોને ખબર ? 


"સખી" સૂરજની રોશનીનાં જીવન સાથેનાં શણગારમાં, 

આત્માનાં ઉજાસનાં કિરણો ક્યાં મૂકાયાં કોને ખબર ? 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy