કોઈ આવી રહ્યું છે !
કોઈ આવી રહ્યું છે !


કોઈ આવી રહ્યું છે આવી રહ્યું છે,
મુજ શમણાંમાં કોઈ આવી રહ્યું છે.
ઝૂકાવી રહ્યું છે, ઝૂકાવી રહ્યું છે,
એ નૈનોને ખુદના, ઝૂકાવી રહ્યું છે.
બતાવી રહ્યું છે, બતાવી રહ્યું છે,
નખરાળી અદાઓ, બતાવી રહ્યું છે.
સતાવી રહ્યું છે, સતાવી રહ્યું છે,
એ ભોળા મુજ મનને સતાવી રહ્યું છે.
બોલાવી રહ્યું છે, બોલાવી રહ્યું છે,
સાદ આપીને કોઈ બોલાવી રહ્યું છે
જગાવી રહ્યું છે, જગાવી રહ્યું છે,
શમણામાંથી કોઈ જગાવી રહ્યું છે.