કો'ક તો બોલો
કો'ક તો બોલો
આજકાલની ફેશન માટે,
સૌ કોઈ બોલે કે આ શું છે ?
ટૂંકા કપડાં, ને આધુનિકતા સાથે,
કો'ક તો બોલો યુવા પેઢી સમજું છે
ગૂગલમાં સર્ચ કરે હરપલ,
એવાં મેણાં ટોણાં સૌ બોલે છે;
પણ એ યુવાધન ક્યાં નડે છે.
સોસયલ મિડિયામાં કરે દેખાડા,
ફેંક આઈડી થકી પરેશાન કરે છે;
કો'ક તો જાગો આ શું છે ?
ભાવના હણે સ્વાર્થ માટે લોકો,
ચાપલુસી કરનારા વર્ગ થકી;
હવે કો'ક તો સત્ય બોલો.
મોંઘવારીમાં કરે અન્નનો બગાડ,
આમ અન્નદેવનું કરે અપમાન;
ત્યારે કો'ક તો બોલો ખેડૂતો માટે.
