કંકોત્રી
કંકોત્રી


કેસર છાંટી ને કંકોત્રી લખાઈ રહી છે
આ માત પિતાની આંખમાંથી આંસુની ધારા વહી રહી છે,
પોતાની રાજકુમારી ચાલી જશે આ ઘર છોડી,
સ્મરણોનો ખજાનો મૂકી ચાલી જશે,
હરેક પળે એની યાદ આવશે,
ઘરનાં ખૂણે ખૂણે એની યાદ ભરી,
આ હૈયામાં પણ એની યાદ ભરી,
કાલે મારી લાડકીના પાયલનો રણકાર સંભળાશે નહિ,
એ વિચારો પિતાના હૈયા ને હચમચાવે છે,
કાલે રસોડામાં એકલી હોઈશ,
મને સાજ શણગાર કરાવવાવાળું કોઈ નહિ હોય,
એ વિચારો માતાને રડાવી દે છે,
કાલે મને પાણી છાંટી પરાણે ઉઠાડવાવાળું કોઈ નહિ હોય,
મારી ચોકલેટ ચોરીને ખાવાવાળું કોઈ નહિ હોય,
એ વિચારે ભાઈનું હૈયું ભગ્ન થયું,
કંકોત્રી લખતા લખતા પિતાની આંખમાંથી આંસુ સર્યું,
જઈ કંકોત્રી પર પડ્યું,
જોઈ કંકોત્રી લાડલીને પણ સમજાઈ ગયું,
એક પિતાનું દુઃખ આ કંકોત્રીમાં જોવાઈ ગયું.