કંઈક કરવું છે
કંઈક કરવું છે
ચોરવું જ છે તો ચોરી લઈએ કોઈનું દુઃખ ને દર્દ,
સાચવવું જ છે તો સાચવી લઈએ કોઈની મીઠી યાદ.
મૂકવું જ હોય બધું બાજુ પર તો મૂકી દઈએ અહમનો ભાર,
ત્યજવું જ હોય તો ત્યજી દઈએ નફરતની આગ.
શીખવું જ હોય કાંઈ જીવનમાં તો શીખી લઈએ જીવન જીવવાની કળા,
પામવું જ હોય તો પામી લઈએ કોઈ સાચા માણસનો સાથ.
મળી નામળે કાંઈ જીવનમાં છતાં માની લઈએ પ્રભુનો એક ધન્યવાદ,
આપ્યું એને જે આપણને, એ પામવા કેટલાય કરે છે રોજ આશ.
