કંઈ નથી
કંઈ નથી
અસલ કે નકલ છે બીજું કંઈ નથી
રૂપમાં ફેરબદલ છે બીજું કંઈ નથી,
એ, શખ્સ કે જેની, ચર્ચાઓ થાય છે
મહેફિલથી બેદખલ છે બીજું કંઈ નથી,
દલીલો, તમે જે આપી છે મારી સામે
ઈરાદાની શકલ છે બીજું કંઈ નથી,
નામ જે, આવે નહીં જાહેરમાં હોઠ પર
તારા નામની નકલ છે બીજું કંઈ નથી,
તમે જેને માનો છો હૈયાની વરાળ
એ સાદી ગઝલ છે બીજું કંઈ નથી.

