STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational Children

3  

'Sagar' Ramolia

Inspirational Children

કંદોઈ

કંદોઈ

1 min
374

લોટ-પાણી ને ખાંડ-ઘી, ચીજો લઈને એવી, કંદોઈભાઈ કળાથી મીઠાઈ બનાવે કેવી ! 


એક મીઠાઈ લાડુ, એનો રંગ કેસરિયો, દૂધમાંથી પેંડા કરી સફેદ રંગ ભર્યો. 

કેસરી રંગની જલેબીનું ગૂંચળું છે ગોળ, સફેદરંગી રસગુલ્લાં મોઢું કરે તરબોળ. 

મેંગો-ચોકલેટ જેવી કરે બરફીઓ અનેક, સોનપાપડીની પાપડીઓ છૂટી પડે એક-એક. 


કથ્થઈ રંગનાં ગુલાબજાંબુ મીઠડો એનો રસ, શિયાળામાં શક્તિ આપે અડદિયાનો કસ. 

મોહનથાળનાં ચોસલાં એતો ઘીથી રહે તસતસતાં, મગજ, બુંદી, મલાઈચાપ એવું ઘણું બનાવતા. 

થાબડી, ઘારી, હલવો આવું ઘણું ઘણું બનાવે, મીઠાઈ બનાવવાની કળાથી સૌનાં મન લલચાવે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational