કમોસમી માવઠું
કમોસમી માવઠું
શિયાળાની ઋતુમાં છે મસ્ત ટાઢ
માઝમતી રાત છે મતવાલી ગાઢ,
ન હતી ગાજ વીજ સૂના આકાશે
ફૂલગુલાબી ઠંડો આ વાયરો વિરહે,
અચાનક પલટાયું ત્યાં વાતાવરણ
કાળા વાદળોનું થયું કૈં અનાવરણ,
ઓહહ.. ઓચિંતા વરસ્યા વાદળ
આહ.. રોમરોમ ઝળક્યા છે ઝાકળ,
આમ, અત્યારે તે આવી વરસવાનું..!
ચાલો, જઈને કોઈ પૂછો ચોમાસાને
અરે.. ઊભા રહો આપણે ભૂલી ગયા..!
કે એને પણ ગમે આ મોસમ ખીલવાની
હા, પ્રેમની મોસમ.. વરસવાની મોસમ,
આભે એની પ્યારી ધરાને રીઝવવા જો
મબલખ ફૂલોની ભેટ ધરી વચન આપ્યું,
કે ફરી આવીશ તને આલિંગવા વ્હાલી
ને આ વેલેન્ટાઈન ડે પર વચન પાળવા,
એની વ્હાલી પ્રીતને.. અવનીને.. ભેટવા
અનરાધાર વરસી.. પ્રેમથી ભીંજવીને..
ઉજવી ગયો વ્હાલથી પ્રેમનો તહેવાર..!

