કલ્પનોની છબી
કલ્પનોની છબી


તે કાલિદાસના શૃંગાર વર્ણનો, કનૈયાલાલના ઇતિહાસ સ્મરણો;
અદ્ભૂત એવી મન માં છબી કંડારી ગયા.
છબી સાથે જેની હું હસતો, છબી સાથે જેની હું મન ભરી રમતો;
છબી જેના કાલ્પનિક પ્રેમમાં પાગલ કરી ગયા.
નિહાળવા તેમને ક્યારેક દિવસે પણ આંખો મીંચતો, ખુદ ને પણ ચુમતો;
વાસ્તવિકતાના વિહારોથી મને દૂર ખેંચી ગયા.
ખુલ્લી આંખે નિહાળ્યા તેમને, શું બની આ અવિસ્મરણીય ઘટના?
છે આ કોઈ ચમત્કાર કે પછી મારી છુપી કલ્પના.
તે જ સુંદરતા તે જ શૃંગાર, જાણે લીધો છબીએ કોઈ આકાર;
થયું પૂછું, ક્યારે આવ્યા બહાર મારા સ્વપ્નની કરવા સાક્ષાત્કાર?
આજ પણ તે થઈ જાય છે વિસ્મયમાં ગરકાવ મારા સ્વપ્નોની વાત સાંભળી,
કેમ સમજાવું તેને હું તે જ તો છે મારા કલ્પનોનો વરસાદ અને કુમળી વાદળી.