કલ્પનાની દુનિયામાં
કલ્પનાની દુનિયામાં
કલ્પના કરો કે તમે સ્વર્ગમાં જશો
સ્વર્ગમાં તમને દુશ્મન મળી જાય !
ધરતી પરના દુશ્મનને જોઈને
તમને થોડું આશ્ચર્ય થઈ જાય !
કેવો હતો મારો એ દુશ્મન !
હંમેશા એ ખોટું કરતો જતો,
ઈશ્વર પણ કેવો છે દુનિયામાં ?
ખોટા માણસને સ્વર્ગ મળી જાય !
આવો આપણો વિચાર જો હોય તો,
એ વિચાર પણ ખોટો પડતો જાય,
દુશ્મન પણ વિચારશે કે,
આ માણસ પણ અહીં !
જ્યાં ત્યાં ડખા અને ડંખ મારી જાય!
દરેકને કર્મોના ફળ તો મળશે
નક્કી કરવું એ આપણા હાથમાં નથી,
સત્કર્મોના શુભ ફળ મળશે,
સારા કામોને મહત્વ આપો,
સતત સત્કર્મ કરતા રહેવું,
કોઈને દુઃખી કે અડચણ ના કરવું,
ઈશ્વર કરે એ શ્રેષ્ઠ માનવું,
ઈશ્વરનો દોષ કદી ના માનવો,
કલ્પનાની દુનિયામાંથી પાછા આવીને,
આ વિશે થોડું મનન કરજો,
વાસ્તવિક દુનિયામાં ભ્રમ પણ ઘણો,
સકારાત્મક અભિગમ અપનાવો,
કલ્પનાની દુનિયામાંથી ઘણું જાણવું,
સારું હોય એ ગ્રહણ કરવું.
