કલમ ૧૪૪ પર કેસ
કલમ ૧૪૪ પર કેસ


રવિવાારની સાાંજે સોસાયટીના દોસ્તો એકસાથે ભેગા મળ્યાં ગાર્ડનમાં,
પોલીસે પકડ્યા બધાંને અને કલમ૧૪૪ કહીને આપી દીધાં બે ચાર ડંડા,
નિર્દોષ દોસ્તો સહન કરી શક્યા નહીં વાંક વિનાનો ગુનો આ,
ને પહોંચી ગયા હાઇકોર્ટ સીધાં ફરિયાદ લઇને કલમ ૧૪૪ ની
જજે કહ્યું, "ઓર્ડર ઓર્ડર" ને સાક્ષીઓ થયાં તૈયાર જુબાન આપવા,
પહેલો વારો આવ્યો નિર્દોષ દોસ્તોનો, ને બોલ્યાં જુબાન આપતાં,
ચાર માણસો ન ભેગાં થાઓ, ભેગાં થયાં તો જેલ ભેગા થાઓ,
લાઠી,ગનમાં પકડાયાં તો પાછા લાઠીવાળાએ ડંડા માર્યા,
આ વળી કેવી બલાં તે લાવી?
દોસ્તોનું નિવેદન પૂરું થયું ને વારો આવ્યો કલમ ૧૪૪ નો,
શાંતિ અને હિંમતથી બોલી કલમ ૧૪૪,
દેશમાં, દેશના લોકો માટે, દેશના લોકોએ જ મને છે લાવી.<
/p>
અસામાજિક તત્વોએ મચાવ્યો હાહાકાર,
અયોધ્યાનગરી થઈ લંકાનગરી,
એકના દોષે ન થાય અનેક દોષી
ફરીથી આયોધ્યાનગરી બનાવવા હું તો
અતિથિ બનીને છું આવી
"ઘરમાં રહો, સુરક્ષિત રહો" નો સંદેશો આપવા.
લાલ રંગ આવે ન બહાર તેથી,
ખાખી વર્દીમાં હું બહાર છવાઈ
તારા માટે જ તો વિકટ પરિસ્થિતિમાં
સરકારના આદેશથી છું હું તો આવી
જાણું છું હું નિર્દોષતા તમારી,
પણ નિર્દોષ છો એટલે જ તો ઘરભેગા કર્યાં મેં તમને
જેથી અસામાજિક તત્ત્વો ઓળખાઈ જાય તુરંત
સહકાર આપો, સમય આપો, બહુ જલ્દી વિદાય હું લેવાની.
વાત સાંભળી ને કલમ ૧૪૪ ની ,
ભાવવિભોર થયાં બધાં દોસ્તો
સહમત થયાં કલમ ૧૪૪ ની સાથે
ચુકાદો એ આવ્યો પાછો તરફેણમાં એનાં.