કળસૂત્રી કલદાર
કળસૂત્રી કલદાર
કલસૂત્રી કલદાર....
ગત વર્ષને અલવિદા રે
નૂતન વર્ષને જુહાર
ટકટક કરતી હાલતી થાતી
સમયતણી વણઝાર
એજ સૂરજ ને એજ વસુધા
સ્વપ્ન નવલ શણગાર
દેજો આશિષ તેજ કરૂણા
વંદીએ, ધન્ય તમે દાતાર!
નભ મંડળે રંગ માંડવો
શુચિ કેસરિયા રે ભોર
શીતલ લહરે ઉર ઝૂમે
કેવાં મધુરાં આ કલશોર
રૂક્ષ રૂપલાં ક્ષણ ઝભલાં
ઋતુ સરીખડાં ઉપહાર
ગાતા રહેજો ગીત મંગલા
છે કળસૂત્રી કલદાર
ખેતર વાડી ડુંગર ક્યારી
દે ખોબલે જ ઉપહાર
ટકટક છોડી હાલજો તાલે
સંગે, રૂડી આ વણઝાર
