Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BINAL PATEL

Drama Thriller Tragedy

3  

BINAL PATEL

Drama Thriller Tragedy

"કળિયુગની કહાની"

"કળિયુગની કહાની"

1 min
3.1K




માણસ બન્યો જાનવર, તમે માણસાઈની ક્યાં વાત કરો!

પોતાના બન્યા પારકાં, તમે પોતાપણાંની ક્યાં વાત કરો!


ડરી-મરીને જીવે માનવી, તમે આઝાદીની ક્યાં વાત કરો!

શત્રુ સામે શસ્ત્ર મૂકે હેઠા, હવે એમાં તમે વીરોની ક્યાં વાત કરો!


દોસ્ત જ બને અહીંયા દુશ્મન, એમાં તમે મીઠી મિત્રતાની ક્યાં વાત કરો!

સંઘર્ષ વગર જોઈએ સફળતા, એમાં હવે તમે મહેનતની ક્યાં વાત કરો!


નીતિ છોડી નાત જમાડે દુનિયા, એમાં તમે પ્રામાણિકતાની ક્યાં વાત કરો!

લડવાની વાત તમે છોડો સાહેબ, અન્યાય સામે કલમ ચલાવે તોય બહુ છે, એમાં તમે આંદોલનની ક્યાં વાત કરો!


જૂઠો હોય એ જીતે જગ ને સાચો થાય શહીદ, એવા આ કળિયુગમાં તમે "રામ"ની ક્યાં વાત કરો!

રામ રહે મંદિરમાં ને મનમાં તો રાવણ, આવા કાળઝાળ કળિયુગમાં તમે "સતયુગ"ની ક્યાં વાતો કરો!"


Rate this content
Log in