કિંમતી સોનું થઈ ગયા
કિંમતી સોનું થઈ ગયા
ટીકા, પ્રહારો લોકોના સાંભળી સાંભળી,
અમે તો પથ્થરમાંથી પ્રતિમા થઈ ગયા.
પાનખરની વેદનાઓ સહન કરી કરી,
અમે તો રણમાં ખીલેલું ગુલાબ થઈ ગયા.
સહનશીલતાની આગમાં બળી બળી ને,
અમે તો કિંમતી સોનું થઈ ગયા.
આ વિશાળ દરિયાની લહેરો નીચે દબાઈ દબાઈ,
અમે તો કિંમતી મોતી થઈ ગયા.
આ પથ્થરો સાથે ભેજા ફોડી કરી કરી,
અમે તો સુંદર રમણીય ઝરણું થઈ ગયા.
આ દિલ દિમાગ સાથે લડાઈ કરતા કરતા,
અમે તો પ્રસિદ્ધ લેખક થઇ ગયા.
બસ તમારા રૂપનું આબેહૂબ વર્ણન કરતા કરતા,
અમે તો પ્રસિદ્ધ શાયર થઈ ગયા.
મારી માતૃભાષા સાથે દોસ્તી કરતા કરતા,
મળ્યા હીરા માણેક મોતી જેવા શબ્દો,
પામી એને અમે તો ધનવાન થઈ ગયા.
