ખુશી પતંગ થઇ ઉડે
ખુશી પતંગ થઇ ઉડે
સર્વ ગુજરાતીના દલડાં,
પેલા ગગનમાં રંગબેરંગી,
મનડાં ઉડે રે ઉડે.
પેલી ઉદાસીને બાય બાય ને,
ખુશીની લહેર મુખ પર હસુહસુ,
ને મારા મુખડાને ઝબોળું હું એમા.
પ્રેમનાં ગગનમાં એક સંદેશો મોકલું,
પતંગ સાથે તું નીચે આવે કે,
હું આવું ગગનમાં મળવા તને.
હે ! પતંગ રૂપી મારા પ્યારા સખા,
મેં મુકયો સંદેશો,
એ પતંગની દોરીની સાથે.
સૌને સુખી કરજે જેમ,
તું પહેલા ગગનમાં વિહરે છે,
એમ સૌના મનડાંમાં ખુશીને ભરજે.
ગમનાં વાદળને કાપી નાખ જે.
ને કહેજે,
એ કાય પોચ છે...છે...છે....