ખુમારી
ખુમારી
અાપે સહારો ડૂબતાને શક્તિ અેવી તરણાંમાં,
બુંદો ભળાવી સાગરે ભક્તિ એવી ઝરણામાં.
સૂવું ભલે બહાનું છે, તમને આમ મળવાનું હવે,
બાકી તો ક્યારે થઇ છે મુલાકાત એવી સમણામાં.
આઝાદ થઇ માણસ બન્યો ગુલામ ભોગોનો ફરી,
ક્યાંથી ધરે તાકાત ગાંધીની ! છે એવી ધરણામાં ?
ફેલાઇ ગ્યો પ્રકાશ ચોગમ પ્રેમ કેરા બાગમાં,
સુવાસ થઇને કસ્તૂરી મ્હેકે છે એવી હરણામાં.
હું પૂર્ણ છું, હું પૂર્ણનો આવું જગત ઝંખાય છે.
જગતાત આપે એ ખુમારી, હોય એવી ભરણામાં.
