ખુમારી
ખુમારી
હું ક્યાં કહું છું કે, દુઃખો બે ચાર દે,
હું તો કહું છું કે, દુઃખો અપાર દે.
આમ છબછબિયાં કરતાં નહીં ફાવે,
આંસુ પણ દે, તો મુશળધાર દે.
નક્કી મને નર્કમાં મોકલજે, પણ,
પેહલાં મારી માનો દીદાર દે.
સાત કોઠા સુધી, ઝઝૂમીશ એકલો,
તીર કે તલવાર, પણ ઘા બેસુમાર દે.
જીતીશ નહીં, ત્યાં સુધી મરીશ નહીં,
ભલે મોત, સાત સમંદર પાર દે.
આવું ઉપર ત્યારે, ઈર્ષ્યા ના કરતા,
હું નહીં કહું, પ્રભુનો અવતાર દે.
હું ક્યાં કહું છું કે, દુઃખો બે ચાર દે,
હું તો કહું છું કે, દુઃખો અપાર દે.