Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pushpak Goswami

Romance

4  

Pushpak Goswami

Romance

ખુદને ખુદમાં ખોઈને

ખુદને ખુદમાં ખોઈને

1 min
252


સૂરજને પણ નુર મળે, તારા ચહેરાની લાલિમા જોઇને,

અળગા રહેવું પરવડે નહીં, હવે ખુદને જ ખુદમાં ખોઈને.


શું કહું તારા સૌંદર્ય વિશે, તું તો રૂપ રૂપનો અંબાર છે,

ચાંદની પણ શરમાઈ હશે, આ તારા જોબનને જોઇને.


અવશેષમાં પણ તું શેષ છે, ને જીવનભર તું વિશેષ છે,

થાય જો પ્રેમાળ સ્પર્શ તારો, તો ડૂબેલો પણ આવે તરીને.


એકાદ ઘટનાની વાત નથી, પ્રેમમાં સર્જાતી ઘટમાળ છે,

વિરહની વેદના સહેવાઈ હશે, મિલનની ઘડી યાદ કરીને.


આથી વધુ તારી ઝંખના શું, તું ના હોય છતાં તું જ હોય,

નિરર્થક પક્ષપાત શા માટે, મારે પામવી તને નિષ્પક્ષ રહીને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance