ફ્રોઝન
ફ્રોઝન

1 min

30
નથી હું નારાજ હવે કે નથી હું દુઃખી પણ તારા આ વ્યવહારોથી,
સંબંધ શુષ્ક થઈને પડ્યો છે, બસ તારી જ એવી ઈચ્છાથી.
કમી નથી લાગણીમાં કોઈની, નથી ફરિયાદ હવે તારી કોઈ બાબતથી,
સ્વીકારી લીધી છે હવે બધી ન ગમતી વાતો, તારા ફક્ત ન-કારોથી.
બસ સ્વરૂપ છે જુદા, પડે છે પ્રીત એટલી જુદી મારી, એમ તારાથી,
બાકી તને યાદ કર્યા વગર હજુ પણ, ક્યાં કોઈ ક્ષણ નીકળે છે મારાથી.
આખરી આશ બચી છે 'નિપુર્ણ' મારી, સંબંધ ને બગડતા બચાવવાથી,
સમય, કદાચ સમજાવે ભુલ મારી થઈ, કે થઈ રહી છે તારાથી.