માની જા ને
માની જા ને


ઉજ્જડ વિરાન એવા મારાં
મનના એરિયામાં મને
તારા સાથરૂપી વરસાદની જરૂર છે,
મારાં અંતર આત્માની આંખો તાકી ને
બેઠી છે છત પર કડવાચોથના
ચાંદની જેમ તારી રાહમાં....
તારા હૈયાનાં એકાદ હિસ્સામાં
મારા પ્રત્યેની લાગણી હવે મારે જોવી જ છે,
તું નારાજ થઇ જ ના શકે મારાંથી,
પણ ! હા જો થાય તો
તને લાગણીના મેળામાં ફેરવવી છે......
જો તું સમજીશ મને સોનું તો
તો મારે તને રત્ન સમજવી છે,
મારાં જ દિલમાં તારી સ્થાપના કરવી છે.
શું કહું કે તને વિશ્વ સુંદરી બનાવું
તો જ માનીશ ?
પણ સાંભળ તું જ મારાં હૃદયની રાણી છે,
બસ જો કહ્યું મારાં દિલનું સત્ય તને,
તેમાં જ માની જાને.. હું નહીં
મારું હૈયું વિનવી રહ્યું છે તું માની જાને.