આજે ઘણા દિવસો બાદ
આજે ઘણા દિવસો બાદ


મેં મારી ડાયરી ફરી વાંચી !
તેમાં એક સાવ અંગત સરનામું મળ્યું.
વર્ષો પછી એ પાછું મળ્યું,
મને એની યાદો માં ફરવા નો મોકો મળ્યો.
સોળમું એ પાનું જ્યાં મુકેલું એ ગુલાબનું ફૂલ,
અને વળી મારું સોળમું વર્ષ પાછું મળ્યું.
જીવન જીવવા માટેનું નવું બહાનું મળ્યું,
કોઈ ને ખબર ના પડે એમ,
એ ખુબસુરત સ્વપ્ન મેં પાછું જોયું.
કોઈ ગુસ્તાખી કરું શું હું,
રાતું ચોળ મોં મારું,
મેં અરીસા માં ભળ્યું.
યુવાની અને ભુલાયેલ પ્રકરણ,
બંને સાથે મેળવ્યું,
દિવસો, મહિનાઓ, વર્ષો બાદ,
જીવી લેવાનું નવું બહાનું મળ્યું !