STORYMIRROR

Bijal Shah

Romance

3  

Bijal Shah

Romance

પહેલો પ્રેમ

પહેલો પ્રેમ

1 min
35

પીળું એટલું સોનું નથી,

સમય સાથે કશું ભૂલાતું નથી,


હસવાથી દર્દ છૂપાતું નથી,

અહેસાસ કદી મરતો નથી,


યાદ ક્યારેય વીસરાતી નથી,

એ ગલી હવે જવાતું નથી,


મિલન મુલાકાત હવે મુમકીન નથી,

ઈચ્છાઓનો દરિયો ખારો નથી,


દિલમાં ધડકન હવે પહેલા જેવી નથી,

સમી સાંજે તારી રાહ જોવાતી નથી,


હવે કોઈ જીદ બાકી નથી,

કારણ હવે તારા પગલાં થતાં નથી,


થાક ક્યારેય ઉતરતો નથી,

કેમ કે તું હવે કાંઈ પૂછતો નથી,


હવે કશું બોલાતું નથી,

કારણ કે તું કશું સાંભળતો નથી,


નથી ... હવે પહેલાં જેવું કશું જ “ નથી “,

પણ એ મારો પહેલો પ્રેમ આજે પણ ક્યાંક અકબંધ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance