આપણો સાચો પ્રેમ
આપણો સાચો પ્રેમ


આપણાં બંનેનાં પ્રેમનો સાચો અર્થ
પ્રેમ એટલે ?
તુંજ વિષે લખતા લખતા મારું તારામાં જ ખોવાઈ જવું !
દિલ એટલે ?
આપણા બંનેનું સાથે ધબકવાનું સ્થાન !
સ્વપ્ન એટલે ?
આપણા વિનાનું આપણું મિલન સ્થળ !
સ્પર્શ એટલે ?
તું અડે તો હું કબરથી પણ ઊઠી જાઉં એ અહેસાસ !
હાસ્ય એટલે ?
મારા અસંખ્ય આંસુ લૂછ્યાનો તારો હિસાબ !
તકલીફ એટલે ?
જયારે તારી પાસે મારે માટે સમય ના હોઈ એ ક્ષણ !
ઈલાજ એટલે ?
દુ:ખી હોઉં જો હું અને તે સમયે મળતો તા
રો સહિયારો !
ગીત એટલે ?
મેં સાંભળેલો તારો રણકાર ભર્યો અવાજ !
મિલન એટલે ?
તારા અને મારા મન-મેળાપની છપાયેલી કંકોત્રી !
સવાર એટલે ?
તારા હાથે બનેલી મારી 'બેડ ટી' !
રાત એટલે ?
તકિયા તરીકે મળતો તારો મજબૂત હાથ !
ઘર એટલે ?
તું બનાવે અને હું સજાવું આપણો અનોખો વસવાટ !
છોકરાઓ એટલે ?
તારું અને મારું પુનરાવર્તન !
મંઝિલ એટલે ?
તારી સાથે અનંત સફરનો છેલ્લો પડાવ !
અને આજ આપણા બંનેના પ્રેમનો સાચ્ચો અર્થ !