STORYMIRROR

Bijal Shah

Romance

4  

Bijal Shah

Romance

આજે ઘણા દિવસો બાદ

આજે ઘણા દિવસો બાદ

1 min
49

આજે ઘણા દિવસો બાદ...

મેં મારી ડાયરી ફરી વાંચી !

તેમાં એક સાવ અંગત સરનામું મળ્યું..

આજ વર્ષો પછી એ પાછું મળ્યું..


મને એની યાદોમાં ફરવાનો મોકો મળ્યો..

સોળમું એ પાનું..જ્યાં મૂકેલું એ ગુલાબનું ફૂલ..


અને વળી મારું સોળમું વર્ષ પાછું મળ્યું..

જીવન જીવવા માટેનું નવું બહાનું મળ્યું..


કોઈ ને ખબર ના પડે એમ ..

એ ખુબસુરત સ્વપ્ન મેં પાછું જોયું...


કોઈ ગુસ્તાખી કરું શું હું..

રાતુંચોળ મોં મારું, મેં અરીસામાં ભાળ્યું...


યુવાની અને ભૂલાયેલ પ્રકરણ બંને સાથે મેળવ્યું...

દિવસો, મહિનાઓ, વર્ષો બાદ.... 

જીવી લેવાનું નવું બહાનું મળ્યું !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance