STORYMIRROR

Ranjana Solanki Bhagat

Romance

4  

Ranjana Solanki Bhagat

Romance

વર્ષા આવી

વર્ષા આવી

1 min
231

વર્ષા આવી ! મેઘરાજાને જો ને સખી સંગે લાવી,

શ્યામલવર્ણા વાદળ ઘેરાયા જાણે કાજળ મારી,


ભરબપોરે પણ જાણે સંધ્યા રંગ-રંગીલી !

ઝરમર ઝરમર જળની ધારા રેલાવી,

ભીંજવે મને બાહર ને ભીતર કેવી !


રાહ જોતી હું, પિયુ સાથે રમવા વર્ષાની હેલી,

કોરા બદનને હું ભીનું કરવા લલચાણી,

ઝરુખેથી આવતી ઠંડા પવનની ઝાપટો કેવી,


હમણાં આવશે, હવે આવ્યા, કરતી હું ઘેલી,

દોડી ખોલવા ઘરનાં દ્વાર વહેલી, વહેલી,

જોઈ પિયુને સામે જ, રંગાઈ મેઘધનુષના રંગો જેવી,


Rate this content
Log in

Similar gujarati poem from Romance