STORYMIRROR

Sheetlba Jadeja

Romance

4  

Sheetlba Jadeja

Romance

અસમંજસ

અસમંજસ

1 min
298

સંબંધોની સોદાગર નથી હું, દુવા માટે પયંગબર બનાવ નહીં મને,

દુકાન દિલની ખોલી નથી અહીં, સંબંધોની વેપારી બનાવ નહીં મને‍ !

 

આમ તો સાવ જ સસ્તું નથી, કોઈને ચાહવું,

દરેક ચાહત સામે પણ એક હિમાલય હોય છે,

ડગ હિમાલય પર ભરી, પાછું નથી વળાતું અહીં,

હિસાબો ભલે માંગી લેજે રોજ મારી ચાહતનાં,

સરવૈયું મેળવવા, હિસાબનીશ બનાવ નહીંં મને !

 

મારા દિલનો દરવાજો હંમેશા ખુલ્લો છે, આંગળીયું હવે માર નહીં એને,

ખિસ્સામાં પણ નાનું ખિસ્સું બનાવી સંતાડ નહીંં મને,

હું તો નાગમણિ છું કિંમતી તારી, અંધકારમાં પણ ઝળકી ઊઠીશ,

આમ એકલતાના ખાલીપાથી માપ નહીંં મને !

 

હું તો સુંગંધી રૂમાલ છું તારા દિલનો, હાથ રૂમાલ બનાવ નહીંં મને !

હું તો નશો છું તારી જિંદગીનો, શરાબી હવે બનાવ નહીંં મને !

કસોટી કે પરીક્ષા તે બહું કરી પામવા, સંબંધોમાં સ્વાર્થ બનાવ નહીંં મને!


Rate this content
Log in

Similar gujarati poem from Romance