ચલ આપણે બેઉ ફરીથી મળીએ
ચલ આપણે બેઉ ફરીથી મળીએ
ચલ ને આપણે બેઉ ફરીથી મળીએ,
" હું " અને " તું " મૂકી ને પાછા એક થઈએ ,,
યાદ છે એ દરિયા કિનારો ?
જ્યાં એક થયા હતાં !!
આજે..અત્યારે જ, ત્યાં પાછા જઈએ..
ખારી હવા, મારાં હાથમાં તારો હાથ...
પાણીનો પછડાટ, દિલનાં ભરતી અને ઓટ,
સાથે..ઢળતી સાંજ..અને મંદ મંદ પવનનો સ્પર્શ,
જ્યાં મેં તને પહેલવ્હેલી વાર કાન માં કહ્યું'તું,
"હા".. હું પણ તને ચાહું છું...
ચલ ને ફરી એ જ સમયમાં સરી જઈએ...
ચલ ને આપણે બેઉ ફરીથી મળીએ ..
એક જ હતા આપણે... ફરી પાછા એક થઈએ !