ચ્હા અને ચાહ
ચ્હા અને ચાહ
1 min
245
વરસાદી આ મૌસમ, ને ચ્હાની ઊઠતી આ કડક મીઠી, ધૂમ્રસર છે,
ખબર નહીં, મૌસમની, ચ્હાની કે પછી આ તારી યાદોની અસર છે.
ચ્હા તો છે હાથવગી ગમે ત્યારે, મોસમ પણ સમયને સાચવી લે છે,
ખબર નહીં, તારી કઈ મજબૂરી તને, નાહકની રોકી રહી છે.
કર થોડી બાંધછોડ જીવનમાં 'નિપુર્ણ', જે મનગમતી તારી છે,
લે હાથમાં એક કપ ચ્હા નો, ને માની લે, એ મારી જ છે, જે કસક મનમાં ઊઠી છે.