લાગણી
લાગણી
1 min
100
પ્રેમને હું રમત માનતો નથી,
દિલને એટલે ખણતો નથી..
લાગણીઓની છે દિવાલ,
એટલે ઘરને કદી છોડતો નથી..
જોડાયો છું સ્નેહના તાંતણે,
છતાંય બંધન છોડતો નથી..
આયખું આખું તર્યો પ્રેમના સહારે,
તો પણ લાગણી ને તરછોડતો નથી.