નમો
નમો
ગુજરાતના નાના ગામમાં એક બાળક જન્મ્યું,
હીરા બા ને ત્યાં એક વ્યક્તિત્વ મળ્યું.
ચા ની કીટલી સાથે બાળપણ ખોવાયું,
સમગ્ર પરિવારને એક વ્યક્તિત્વ મળ્યું.
હીરા માની છત્રછાયામાં વીત્યું યૌવન,
વડનગરનાં દ્વારે એક વ્યક્તિત્વ મળ્યું.
નીડર અને બાહોશ નરેન્દ્ર એનું નામ,
ગુજરાતની ધરાને એક વ્યક્તિત્વ મળ્યું.
મુશ્કેલી, તકલીફો વચ્ચે શિક્ષણ લીધું,
દેશસેવા માટે સંઘને એક વ્યક્તિત્વ મળ્યું.
છોડી ઘરબાર નીકળ્યો યુવાન સેવાકાજ,
ગામે ગામે સેવા કરવા એક વ્યક્તિત્વ મળ્યું.
દેશ-વિ
દેશ ચારે દિશાઓમાં કર્યું ભ્રમણ,
હિંદુરાષ્ટ્ર માટે એક વ્યક્તિત્વ મળ્યું.
થયો ઉદય ગુજરાતની ધરા પર રાજનેતાનો,
નમોના નામે અનોખું એક વ્યક્તિત્વ મળ્યું.
દેશ વિદેશમાં ગૂંજ્યું ગુજરાત નમોને નામે,
પ્રગતિની રાહ માટે એક વ્યક્તિત્વ મળ્યું.
ડગ હવે માંડ્યા રાષ્ટ્રની રાજનીતિ તરફ,
દેશની પ્રજાને દમદાર એક વ્યક્તિત્વ મળ્યું.
થયો જયજયકાર શ્રીકાર બની દુનિયામાં,
દુનિયાની સમક્ષ એક વ્યક્તિત્વ મળ્યું.
આજ દુનિયા નમન કરે છે સમસ્ત ભારતને
નમોના નામે ભારતને એક વ્યક્તિત્વ મળ્યું.