રહ્યો છું
રહ્યો છું


જિંદગીને હું મારી,
વિતાવી રહ્યો છું,
તારા એક ઈશારે,
બસ દોડી રહ્યો છું !
રાહ એ ક્ષણની
જોઈ રહ્યો છું,
સમયના તારને,
બસ જોડી રહ્યો છું !
તારી નજર માટે,
જીવી રહ્યો છું,
ખુદને જ, ખુદથી,
તોડી રહ્યો છું!
ડૂબવાની બીકે
તરતો રહ્યો છું,
ભરોસે જ તારા,
નાવ હંકારી રહ્યો છું !
મરવાને વાંકે,
જીવતો રહ્યો છું,
પ્રતિક્ષામાં તારી,
શ્વાસ ભરતો રહ્યો છું!