પ્રેમ ની અશ્રુ ધારા
પ્રેમ ની અશ્રુ ધારા

1 min

184
કઈ રીતે કરું હું વખાણ તારાંં,
કરતા કરતા વહે છે આંખોમાંથી પ્રેમની અશ્રુધારા,
સંકળાઈ છે બધીજ સ્મૃતિઓ તારી સાથેની હૃદયમાં મારાં,
સપના જોવું છું મારી આંખેથી પણ લાગે છે તો એ પણ મને તારાં,
પ્રેમમાં ડૂબ્યો છું હું પાગલ, ક્ષણ ક્ષણ ઝીલ્યા હાથ મેં તારાં,
શ્વાસ લઉં છું હું રોજ પણ છે તો એ શ્વાસ પણ તારાં,
હું છું તમારી ને તમે છો મારા
એમ તું કહેતી રહેજે,
તો સદાય વહેતી રહેશે હૃદયમાં આપણા પ્રેમની રસધારા,
કઈ રીતે કરું હું વખાણ તારાં
કરતા કરતા વહે છે આંખોમાંથી પ્રેમની અશ્રુધારા.